Translate

Thursday 20 October 2016

Kashmiri Pandits Exodus


      એકાદ વર્ષ પહેલાં જમ્મુ-કાશ્મીરમાં લાગુ કલમ 370 ને હટાવવા માટે દેશભરમાં ઘણીખરી જગ્યાએથી માંગ ઉઠેલી. મોટાભાગના લોકો ધારા કલમ 370થી અજાણ જ હશે. ભારત-પાકિસ્તાનના વિભાજન સમયે ભારતહિસ્સાના કાશ્મીરમાં ભારત વિરુદ્ધ સતત ઝેર ઓક્યા કરતા શેખ અબ્દુલ્લાને શાંત તેમજ સંતુષ્ટ રાખવા તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ જમ્મુ-કાશ્મીરને 370મી કલમ વડે વિશિષ્ટ રાજ્યનો દરજ્જો આપી જાન્યુઆરી 26, 1957ના દિવસે તેને પોતાનુ વિશિષ્ટ રાજબંધારણ કાયદેસર રીતે અપનાવવા દીધું. આ બંધારણના લીધે જાણે જમ્મુ-કાશ્મીર ભારત કરતા વિખૂટી ઓણખાણનું વતન બન્યું, અને ત્યાં હજારો વર્ષોથી વસેલાં અને ત્યારબાદ લઘુમતીમાં આવેલાં હિંદુ પંડિતોને વિધર્મી શાસકોના ભરોસે છોડી દેવામાં આવ્યાં.

          હા, ઉપરોક્ત વાતને ટાંકીને હું કાશ્મીરનાં પીડિત પંડિતોની જ વાત કરવા જઇ રહ્યો છું. કાશ્મીરી પંડિતો મૂળ ભારતના મેદાની પ્રદેશનાં રહેવાસી હતાં. જ્યારે સમ્રાટ અશોકે બૌદ્ધધર્મનો પ્રચાર કરવા માંડ્યો ત્યારે પોતાના મૂળ એવા હિંદુધર્મને તજવા ન માગતા પંડિતો માટી સંખ્યામાં કાશ્મીર જતાં રહ્યાં, જ્યાં પ્રચાર માટે બૌદ્ધમાર્ગીઓ પહોચ્યાં ન હતાં. તેઓ બનિહાલને ઓળંગી શકે તેવી ખાસ સંભાવના પણ ન હતી.(કાશ્મીર અને જમ્મુ વચ્ચે બનિહાલ પર્વતમાળા છે, જેના ઘાટમાં બંધાયેલા જવાહર ટનલ નામના બોગદાવાળા રસ્તે જમ્મુ ટુ શ્રીનગરનો ટ્રાફીક ચાલે છે.) જનોઈધારી બ્રાહ્મણો પંડિત એટલા માટે કહેવાયા કે તેઓ ખરા અર્થમાં વિદ્વાન હતાં. તેમનો વ્યવસાય જ અધ્યયન અને અધ્યાપન તેમજ સમાજમાં સંસ્કૃત ભાષાનો પ્રચાર પ્રસાર કરવાનો હતો. સંસ્કૃત સાહિત્યમાં તેમજ સંસ્કૃત ફિલોસોફીમાં તેમનું યોગદાન વિપુલ પ્રમાણમાં રહ્યું છે.

          विद्यां देही सरस्वती । (વિદ્યાની હે દેવી, મને જ્ઞાન આપો.) એ તેમનો જાણે મૂળ મંત્ર હતો, અને વિદ્યાની દેવીએ કાશ્મીરી પંડિતોને મોકળા હૃદયે જ્ઞાન આપ્યું પણ ખરું. દા.ત. દસમી સદીના પંડિત સ્કોલર અભિનવ ગુપ્તે નાટ્યશાસ્ત્ર સહિતના વિવિધ પ્રકારના વિષયો પર જ્ઞાનકોષ જેવા 30 દળદાર ગ્રંથોનું સર્જન કર્યું જેમનો આજ પણ જોટો મળે તેમ નથી. અગીયારમી સદીમાં પંડિત કવિ ક્ષેમેન્દ્રએ બૃહત્કથામંજરી નામનો બેનમૂન કથાસંગ્રહ રચ્યો. અરે, જૂના દિવસોને બદલે જરા તાજેતરના સમયમાં જરા નજર કરો તો પણ જુદાં-જુદાં ક્ષેત્રે ઝળકેલાં કાશ્મીરી પંડિતોની યાદી  બહુ લાંબી બને, પછી તે બ્લોકબસ્ટર ટી.વી કાર્યક્રમ સુરભિ ના સર્જક સિદ્ધાર્થ કાક હોય, ફિલ્મ કલાકાર અનુપમ ખેર હોય કે પછી RAW ના નિયામક રામેશ્વરનાથ કાઓ હોય. બીજા અગણિત નામો છે જેમનું સમાજમાં બહુ મોટુ યોગદાન રહ્યું હોય.

          પંડિતો માટે શાંતિકાળનો અંત 14મી સદીમાં આવ્યો. ભારત પર પરદેશી હુમલાખોરો એ આક્રમણ કરવા માટે કાશ્મીરમાંથી પ્રવેશ કર્યો અને ઇસ્લામનું કાશ્મીરમાં આગમન થયું. સદીનાં અંતમાં સિકંદર નામનો કોઈ જુલમી સુલતાન કાશ્મીરનો શાસક બન્યો. ધર્મની બાબતમાં તે અસહિષ્ણુ હતો અને તેણે હિંદુ મંદિરોનો નાશ કરાવ્યો એ તો ઠીક તેમણે પૌરાણિક હજારો હસ્તલિખિત તાડપત્રો અને હસ્તપ્રતોનો પણ નાશ કરાવ્યો જેના લીધે ઘણુખરુ સનાતન ધર્મનું સંસ્કૃત સાહિત્ય નષ્ટ થયું અને એ અલભ્ય ખજાનો આપણા સુધી પહોંચી ન શક્યો. ફરી ઇ.સ. 1752માં કાશ્મીર અફઘાનોના તાબામાં આવ્યું ત્યારબાદ ફરી ઈ.સ. 1819માં રણજીતસિંહે અફઘાનોને તગાડી મૂકી કાશ્મીર જીતી લીધું. કેટલાક વર્ષો પછી જો કે અંગ્રેજોના હાથે શીખોનો સુવર્ણકાળ અસ્ત પામ્યો પરંતુ ઈ.સ. 1846માં અંગ્રેજોએ મહારાજા રણજીતસિંહનાં ડોગરા સેનાપતિ ગુલાબસિંહને રૂ. 75 લાખમાં કાશ્મીર વેચી નાંખ્યું.



          ગુલાબસિંહનાં શાસનથી જાણે પંડિતોને દાઝ્યા પર ચંદનનાં લેપ લગાડ્યા જેવો અનુભવ થયો. બીજી તરફ મુસ્લિમોને હિંદુ ડોગરા શાસન સતત કઠતું હતું. ઘણાં વર્ષ પછી 1947માં ભારત સ્વતંત્ર થયુ ત્યારે ગુલાબસિંહનાં ચોથી પેઢીના વારસદાર હરસિંહે ભારત સાથે જ્મ્મુ-કાશ્મીર રાજ્યનું જોડાણ સમયસર કર્યુ નહિ અને પોતાને શેર-એ-કાશ્મીર તરીકે ઓળખાવતા શેખ અબ્દુલ્લા જે ડોગરારાજનો કટ્ટરવિરોધી હતો તેમણે શાસન પોતાના તાબામાં લીધું અને કાશ્મીરી પંડિતોને કાં તો વટલાઈ જવા કાં તો કાશ્મીર છોડીને ભાગી જવા ખુલ્લેઆમ ધમકીઓ આપવા માંડી. તેમાં પણ પંડિતો માટે જાણે બળતામાં ઘી હોમાયું હોય તેમ કલમ 370 લાગુ પડી અને શેખ અબ્દુલ્લાને છુટ્ટો દોર મળ્યો.

          બારુદ તૈયાર હતો માત્ર ચિનગારી માટે નજીવું બહાનું જ પૂરતું હતું. 18 એપ્રિલ 1886 ના એ ગોઝારા દિવસે શારજહાંમાં ભારત vs પાકિસ્તાનની ક્રિકેટમેચમાં પાકિસ્તાન મેચ જીત્યું અને તેની ઉજવણી કાશ્મીરમાં બેફામ રીતે થઇ. જીતનાં નશામાં ઘણાં મુસ્લિમોએ કાશ્મીરમાં પંડિતોનાં ઘરો પર પથ્થરમારો કર્યો. ત્યારબાદ વાતાવરણ દિવસો દિવસ વધુ કલુષિત બનતું રહ્યું .કાશ્મીરી પંડિતોને માનવામાં નહોતું આવતું કે માતૃભૂમિમાં તેમના અંજળપાણી ખૂટ્યાં હતાં.

          ત્યારબાદ નવે. 1986માં બીજો મોટો આંચકો મળ્યો. અલગતાવાદી તત્ત્વોએ એવી અફવા ફેલાવી કે હિંદુ જૂથનાં કેટલાક લોકોએ જમ્મુના સ્થાનિક મુસ્લિમો પર ઘાતક હુમલો કર્યો છે. અફવા પ્રસરી અને કાશ્મીરમાં રહેતાં પંડિત કુટુંબોનું આવી બન્યું. અનેક ઘરો બાળી નાંખવામાં આવ્યાં. સ્ત્રીઓનું અપહરણ કરાયું. પુરુષોને તીક્ષ્ણ હથિયાર વડે મારી નાંખવામાં આવ્યા. વિફરેલા ટોળાએ કેટલાય હિંદુ મંદિરો ધ્વસ્ત કર્યા. આ તો માત્ર શરૂઆત જ હતી. થોડા સમય પછી 14 જાન્યુઆરી 1990ની સાંજે એકાએક 1100 મસ્જિદોનાં લાઉડસ્પીકરો સામટાં ગરજી ઉઠ્યાં. 10,00,000 પુરુષો રસ્તા પર આવી ગયા અને हम चाहते है आझादी, काश्मीर बनेगा पाकिस्तान, झालिम काफिरो काश्मीर छोड दो ના નારા સાથે શ્રીનગર છલકાઇ ઉઠ્યું.

          જીવ પર આવી ઘણાંએ રક્ષણ માટે શ્રીનગરના કેટલાયે પુલિસ સ્ટેશનો પર ફોન જોડ્યા પણ દર વખતે રિસીવર માત્ર ઘંટડીનો અવાજ સંભળાવતું રહ્યું. સરકાર તરફથી કંઈ જ મદદ ન મળી. દિલ્લીનાં નિષ્ઠુર શાસકોએ જુલમોને કેટલી હદે નજરઅંદાજ કર્યા તેના ઘણાં કિસ્સાઓ છે.

          ફેબ્રુઆરી 1, 1990 ના રોજ કુપવાડા ગામના બે સરકારી અમલદારો કૃષ્ણ ગોપાલ તથા રોમેશ કુમારને જાહેરમાં શૂટ કરી દેવાયા, તેના દસ દિવસ પછી શ્રીનગર દૂરદર્શનનાં ડાયરેક્ટર લાસ્સા કૌલને જાહેરમાં વિંધી નાખ્યાં. પંડિત સર્વાનંદ જેમણે સંપૂર્ણ ભગવદ્ગીતાનો કાશ્મીરીમાં અનુવાદ કરી છપાવ્યો હતો તે વિદ્વાનને પોતાના લલાટે કરેલા તિલક પર હથોડા વડે ખીલ્લો ભોંકી તેમની બંને આંખોનાં ડોળા કાઢી લઈ વૃક્ષની ડાળ પર લટકાવી એકે-47ની સંખ્યાબંધ બુલેટોથી વિંધી નાંખવામાં આવ્યા. આવા અમાનુષી જુલમોનો અંત નહોતો અને અંતે ત્રાસથી કંટાળીને 3,50,000 જેટલા કાશ્મીરી પંડિતો એ પહેરેલ કપડે જમ્મુ તરફ સ્થળાંતર કર્યું.

         જમ્મુમાં પણ નિરાશ્રિતોને ખરી હાલાકીનો સામનો કરવો પડ્યો. ઘણાં અન્યાયો અને અપમાનો વેઠ્યાં જે કરુણાપ્રેરક હતાં. આ બેસહારા લોકોમાં 12000 તો સરકારી કર્મચારીઓ હતાં જેમને Leave Salary પર મૂકી દેવાયાં. જે સરકારી ચોપડે પરમેનેન્ટ ન હતાં તેમણે રોજગારી ગુમાવી.

          1993 માં કાશ્મીરના ફારૂખ અબ્દુલ્લા એ તથા ગુલામ નબી આઝાદે દેખાવ ખાતર રાહત છાવણીની મુલાકાત લીધી અને પીડીત પંડિતોને કાશ્મીર પાછા ફરવાની શીખામણ આપી ક્રૂર મજાક કરી. અરે, કાશ્મીર તેમના માટે સલામત હોત તો છોડવાની જરૂર જ ક્યાં હતી.

          આતંકખોરોએ 1990-93 સુધીમાં 18000 ઘરો બાળી નાંખ્યા હતાં. બારી બારણા તથા ચીજવસ્તુઓ તફડાવી લીધી હતી. એક સમયનાં કલબલતા ઘરો જ્યાં ક્યારેક વેદધ્વની સદાયે ગુંજતો રહેતો તેને ભેંકાર ખંડિયેર બનાવી દીધા હતાં.

          છેલ્લાં ઘણા સમયથી એ પીડિત પંડિતો વિશે કોઈ કંઇ જ બોલતુ નથી. અને સાચે જ આજે પણ ઘણાખરા પંડિત પરિવારો તેમની પાછળ લાગેલાં તખલ્લુસ પ્રમાણે પીડિત છે.
         
         આ સમયે આ લખવા પાછળનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ કે મોટાભાગનો સમાજ આ બાબતથી અજાણ છે તો તેમને થોડી જાણકારી મળે. દરેક હિંદુની ફરજ છે કે કોઇ વિધર્મી જ્યારે આપણા મૂળ પર આક્રમણ કરે ત્યારે હાથજોડી બેસી ન રહેવાય. વિધર્મીઓએ હજારો પંડિતોની કત્લેઆમ કરી એ બહુ જ ક્રૂર છે પરંતુ બહુ જ ઓછા લોકો કદાચ જાણતા હશે કે વિધર્મીઓ એ આપણા બહુમૂલ્ય જ્ઞાનવારસાને પણ જડમૂળમાંથી ઉખેડવાનો પ્રયાસ કર્યો છે.

          ઘણાં હિંદુ મંદિરો તૂટ્યા હશે પરંતુ તેની સાથે-સાથે હજારો હસ્તલિખિત તાડપત્રો અને હસ્તપ્રતો જેનું મૂલ્ય આંકી શકાય તેમ ન હતું તેમનો પણ વિધર્મીઓ એ નાશ કર્યો. મારે મન આ બહુ જ મોટી કરુણાંતિકા છે. હજુ પણ સમય હાથમાંથી ગયો નથી. આપણી પાસે જે છે તેનું તો રક્ષણ કરવું જ જોઇએ ત્યારે જ એ શહીદ પંડિતોને સાચી શ્રદ્ધાંજલી અર્પણ કરી ગણાશે.
          


No comments:

Post a Comment